અમારા ગોપનીયતાના સિદ્ધાંતો
Snap ખાતે અમે તમારી ગોપનીયતાને પ્રાથમિકતા આપીએ છીએ. અમે જાણીએ છીએ કે તમે જ્યારે પણ Snapchat અથવા અમારા અન્ય કોઈ પણ ઉત્પાદોનો ઉપયોગ કરો ત્યારે અમે તમારો વિશ્વાસ સંપાદિત કરીએ છીએ, આ કારણે અમે મોટાભાગની અન્ય ટૅક કંપનીઓની તુલનામાં તમારી માહિતી સાથે અલગ રીતે વ્યવહાર કરીએ છીએ.
અમે તમારા ખાનગી સંદેશાનો સંગ્રહ કરતા નથી અને તમે જે કંઈ પણ પોસ્ટ કર્યું હોય તે બધાની કોઈ ટાઇમલાઇન સાર્વજનિક રીતે બતાવતા નથી. Snapchat ની રચના એવી રીતે કરવામાં આવી છે કે જેથી તમે જે બાબતો શૅર કરવા માગતા હો અને જેટલા સમય સુધી શૅર કરવા માગતા હો તે જ લોકો જોઈ શકે છે. અમે માનીએ છીએ કે આનાથી Snapchat કાયમી રેકૉર્ડ જેવું ઓછું લાગે છે અને મિત્રો સાથેની વાતચીત જેવું વધારે લાગે છે.
અમારાં ઉત્પાદો સતત વિકસી રહ્યા હોવા છતાં અમારા ગોપનીયતાના સિદ્ધાંતો બદલાતા નથી:
અમે પ્રામાણિકતાથી અને મોકળાશથી સંવાદ કરીએ છીએ
જ્યારે તમે Snap ઉત્પાદોનો ઉપયોગ કરો ત્યારે તમે અમારી સાથે માહિતી શેર છો — તે માહિતીનો કેવી રીતે ઉપયોગ થશે તે સમજવામાં તમને મદદ કરવી એ અમારી જવાબદારી બને છે. અમે માહિતી કેવી રીતે એકત્ર કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ અને શેર કરીએ છીએ તે અમારી ગોપનીયતા નીતિ સમજાવે છે — તમે હાઇલાઇટ્સ અહીં વાંચી શકો છો. કેટલાંક ફીચર તમારા ડેટાનો કેવી રીતે ઉપયોગ કરે છે તે વિશે તમને જિજ્ઞાસા હોય તો ઉત્પાદ પ્રમાણે ગોપનીયતા વસ્તુઓનું થોડું વધારે સરળીકરણ કરે છે. અમારી ઍપ્સની અંદર અને અમારા સમગ્ર સહાયતા કેન્દ્રમાંફીચર્સ ડેટાનો કેવી રીતે ઉપયોગ કરે છે તે પણ અમે સમજાવીએ છીએ. અલબત્ત, તમને જે જોઈતું હોય તે તમે હજીયે શોધી ન શકો તો, તમે હંમેશાં પૂછી શકો છો!
પોતાની જાતની અભિવ્યક્તિ કેવી રીતે કરવી તેની તમે પસંદગી કરો છો
અમે માનીએ છીએ કે જાતની અભિવ્યક્તિ શક્ય બનાવવા માટે ગોપનીયતા આવશ્યક છે. આ કારણે તમે કોની સાથે ચીજોની આપલે કરો છો, અને તે કેટલા સમય માટે જોઈ શકાય છે તેનો અંકુશ તમારા હાથમાં હોય છે. કોણ તમારી સ્ટોરી જોઈ શકે, કયા મિત્રો Snap મૅપ પર તમારા Bitmoji જોઈ શકે અને તમારા Snaps કેટલો સમય રહેશે તે તમે નક્કી કરી શકો છો. તમે અમુક બાબતો માત્ર તમારા અને તમારા મિત્રની વચ્ચે રાખી શકો છો, અથવા આખી દુનિયા સાથે ક્ષણ વહેંચી શકો છો! વધુ જાણો.
અમે ગોપનીયતાને મનમાં રાખીને રચના કરીએ છીએ
નવાં ફીચર્સ ગોપનીયતાની સઘન સમીક્ષા પ્રક્રિયામાંથી પસાર થાય છે. અમે ચીજવસ્તુઓ વિશે વાત કરીએ છીએ, તેના અંગે ચર્ચા કરીએ છીએ, અને અમને જેના પર વર્ગ હોય અને અમે જેમનો ઉપયોગ કરવા માગતા હોઈએ એવાં ઉત્પાદો બનાવવા માટે અમે સખ્ત મહેનત કરીએ છીએ. અમે આ ઉત્પાદોનો પ્રત્યેક દિવસે ઉપયોગ કરીએ છીએ, કામ પર તેમજ અમારા અંગત જીવનમાં પણ. અમે અમારા પોતાના માટે, અમારી કંપની, અમારા કુટુંબ અને અમારા મિત્રો માટે જેનો ઉપયોગ કરીએ છીએ તેવી સમાન સંભાળ સાથે અમે તમારી માહિતી હૅન્ડલ કરીએ છીએ.
તમે તમારી માહિતીને નિયંત્રિત કરશો
તમારી પાસે તમારી માહિતીને નિયંત્રિત કરવાનો અધિકાર છે. આ કારણે અમે તમારી માહિતીને ઍક્સેસ અને અપડેટ કરવા, તમે અમારી સાથે કેટલી માહિતી શેર કરી શકો તેમાં ફેરફાર કરવા અને અમે તમારી માહિતી અથવા સમગ્રપણે તમારા અકાઉન્ટને ડિલીટ કરીએ તેની વિનંતી કરવા માટે સરળ માર્ગો પૂરા પાડીએ છીએ. તમે અમારી મોબાઇલ ઍપ્લિકેશનમાં જ તમારી ગોપનીયતાનાં સેટિંગ્સમાંથી મોટાભાગનાં સેટિંગ્સને નિયંત્રિત કરી શકો છો. તમે અહીં અહીં જ લૉગિન પણ થઈ શકો અને તમારી Snapchat ની માહિતી ડાઉનલોડ કરી શકો છો. જો તમને તમારા ડેટા વિશે ક્યારેય પણ કોઈ ચોક્કસ પ્રશ્નો હોય તો અમારો સંપર્ક કરતાં ખચકાશો નહિ!
ડીલીટ કરવાની પ્રક્રિયા એ અમારું ડિફૉલ્ટ છે
Snapchat રૂબરૂમાં મિત્રો સાથે બહાર જવાની લાગણીને કૅપ્ચર કરવાનો હેતુ રાખે છે — આ કારણે એક વખત Snaps અને ચૅટ ખોલવામાં આવે અથવા તેમની સમયસીમા વીતી જાય ત્યારબાદ અમારાં સર્વર્સમાંથી તેમને ડીલીટ કરવામાં આવે છે. Snap ડીલીટ કરવામાં આવ્યા બાદ અમે મૂળભૂત વિગતો જોઈ શકીશું — જેમ કે તે ક્યારે અને કોને મોકલવામાં આવ્યો હતો. વધુ જાણો.
એ વાત મનમાં રાખવી જરૂરી છે કે અન્ય Snapchatters હંમેશાં સ્ક્રીનશૉટ લઈ શકે છે અથવા થર્ડ પાર્ટી ઍપનો ઉપયોગ કરીને ચીજો સાચવી કરી શકે છે. આખરે, તમે જેમના પર ભરોસો કરતા હો એવા લોકો સાથે તેમને જણાવવા માટે યોગ્ય સામગ્રી જ શૅર કરવી યોગ્ય છે, તમે જેમ વાસ્તવિક જીવનમાં કરો તેમજ!