કૂકીની નીતિ

બ્રાઉઝર કૂકી એ ડેટાનો નાનો ટુકડો છે કે જેનો તમારા વિશેની બાબતોને યાદ રાખવા માટે વેબસાઇટ અને મોબાઇલ ઍપને મદદ કરવા માટે તમારા ઉપકરણ પર તેનો સંગ્રહ કરવામાં આવે છે. અન્ય ટૅકનોલોજી, કે જેમાં વેબ સ્ટોરેજ અને તમારા ઉપકરણ સાથે સંબંધિત ઓળખચિહ્નોનો સમાન હેતુઓ માટે ઉપયોગ થઈ શકે છે. આ નીતિમાં, આ બધી ટૅકનોલોજીનો ઉલ્લેખ કરવા માટે અમે "કૂકીઝ" શબ્દનો ઉપયોગ કરીએ છીએ.

જ્યારે તમે Snapchat અને Snap Inc. સેવાઓનો ઉપયોગ કરો ત્યારે અમે કઈ રીતે તમારી પાસેથી માહિતી એકત્ર કરીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ તે વિશે અમારી ગોપનીયતા નીતિ સમજાવે છે. અમે કઈ રીતે કૂકીઝ અને તમારી સંબંધિત પસંદગીઓનો ઉપયોગ કરીએ છીએ તે વિશે આ નીતિ સમજાવે છે.

અમે કૂકીઝનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ

ઑનલાઇન સેવાના મોટાભાગના પ્રદાતાઓની જેમ, Snap Inc. વિવિધ કારણોથી તૃતીય પક્ષની કૂકીઝ સહિતની કૂકીઝનો ઉપયોગ કરે છે, જેમ કે તમારા Snapchat ડેટા અને એકાઉન્ટનું રક્ષણ કરવું, કયા ફીચર્સ સૌથી વધુ લોકપ્રિય છે તે જોવામાં અમને મદદ કરવી, પેજ પર મુલાકાતીઓની સંખ્યા ગણવી, અમારા વપરાશકર્તાઓના અનુભવને સુધારવો, અમારી સેવાઓ સલામત રાખવી, સંબંધિત જાહેરાતો પૂરી પાડવી અને તમને સામાન્ય રીતે વધારે સારી, વધારે સૂઝબૂઝપૂર્વકનો અને સંતોષકારક અનુભવ પૂરો પાડવો. અમે સામાન્ય રીતે જે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ તે નીચે પૈકીના એક વર્ગમાં આવે છે.

કૂકીઝનો વર્ગ અમે શા માટે આ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ
જરૂરી

અમે અમારી સાઇટ રન કરવા માટે અને સલામતીનાં જોખમો ઓળખવા અને અટકાવવા માટે આ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ.

દાખલા તરીકે, અન્ય લોકોને તમારા યુઝરનેમ અને પાસવર્ડ વિના તમારો પાસવર્ડ બદલવા સામે અટકાવવા માટે તમારા સત્રની માહિતીનો સંગ્રહ કરવા માટે અમે આ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ.

પસંદગીઓ

તમારાં સૅટિંગ્ઝ અને પસંદગીઓ યાદ રાખવા અને અમારી સાઇટ પર તમારા અનુભવને સુધારવા માટે અમે આ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ.

દાખલા તરીકે, તમારી ભાષાની પસંદગીઓ યાદ રાખવા માટે અમે આ કૂકીઝનો ઉપયોગ કરી શકીએ છીએ.

દેખાવ

તમે અમારી સાઇટનો કેવી રીતે ઉપયોગ કરો છો તેના વિશે માહિતી એકત્ર કરવા, સાઇટના દેખાવ પર નજર રાખવા અને અમારી સાઇટના દેખાવ, અમારી સેવાઓ અને તમારા અનુભવને સુધારવા માટે અમે આ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ.

દાખલા તરીકે, અમારા વપરાશકર્તાઓમાં કયાં ફીચર્સ સૌથી વધુ લોકપ્રિય છે તેના વિશે વધુ જાણવા માટે અને કયાં ફીચર્સમાં થોડા સુધારાઓની જરૂર છે તે વિશે જાણવા માટે અમે આ કૂકીઝનો ઉપયોગ કરી શકીએ છીએ.

માર્કેટિંગ
અમે જાહેરાતો આપવા માટે, તેમને ગ્રાહકો માટે વધુ પ્રાસંગિક બનાવવા માટે અને અમારી સેવાઓમાં તેમજ અન્ય સાઇટો કે મોબાઇલ ઍપ્સ પર અમારાં જાહેરાતનાં અભિયાનોની કાર્યક્ષમતા પર નજર રાખવા માટે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. અમારા ત્રાહિત પક્ષના જાહેરાતના ભાગીદારો

ત્રાહિત પક્ષના જાહેરાતના ભાગીદારો:

×
  • Twitter
  • Pinterest
  • Google Analytics
  • LinkedIn
  • Bing
  • Pardot
તમને રસ પડે એવી પ્રોફાઇલ બનાવવા અને અન્ય સાઇટ પર સંબંધિત જાહેરાતો આપવા માટે આ કૂકીઝનો ઉપયોગ કરી શકીએ છીએ.

વિશ્લેષણ અને જાહેરાતની સેવાઓ

અન્ય દ્વારા પૂરી પાડવામાં આવતી

અમે અન્ય કંપનીઓને અમારી સેવાઓમાં કૂકીઝનો ઉપયોગ કરવા દઈએ એમ બની શકે છે. આ કંપનીઓ તમે અમારી સેવાઓનો ચોક્કસ સમયગાળાની અંદર કેવી રીતે ઉપયોગ કરો છો તેના વિશેની માહિતી એકત્ર કરી શકે છે અને અન્ય સેવાઓ તથા કંપનીઓની સાથે સમાન માહિતી સાથે તેને જોડી શકે છે. અન્ય બાબતો ઉપરાંત આ માહિતીનો ઉપયોગ ડેટાના વિશ્લેષણ અને ટ્રૅકિંગ, અમુક કન્ટેન્ટની લોકપ્રિયતા નક્કી કરવા અને તમારી ઑનલાઇન પ્રવૃત્તિને વધુ સારી રીતે સમજવા માટે થઈ શકે છે.

વધુમાં અમારા સહયોગીઓ, સહિતની અમુક કંપનીઓ અમારી સેવાઓ પર એકત્ર કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ છેતરપિંડી અને અન્ય અનધિકૃત કે ગેરકાનૂની પ્રવૃત્તિઓને અટકાવવા માટે અને જાહેરાતોના દેખાવને માપવા અને ઇષ્ટતમ બનાવવા માટે તથા અમારા તરફથી કે અન્ય કંપનીઓ તરફથી વધુ સંબંધિત જાહેરાતો આપવા માટે કરી શકે છે, જેમાં તૃતીય પક્ષની વેબસાઇટ અને ઍપનો પણ સમાવેશ થાય છે. રુચિ પ્રમાણેની જાહેરાતો અને તમને ઉપલબ્ધ વિકલ્પો વિશે વધુ માહિતી માટે અહીં જાઓ.

અમારા દ્વારા પૂરી પાડવામાં આવતી

અમારા દ્વારા પૂરી પાડવામાં આવતી કૂકીઝનો ઉપયોગ કરતી તૃતીય પક્ષની સેવાઓ પર તમારી પ્રવૃત્તિ વિશે અમે માહિતી એકત્ર કરી શકીએ છીએ. જાહેરાતોના દેખાવને માપવા અને તમને વધુ સંબંધિત જાહેરાતો બતાવવા સહિતની અમારી જાહેરાતની સેવાઓને સુધારવા માટે અમે આ માહિતીનો ઉપયોગ કરીએ છીએ. Snapchat જાહેરાતો વિશે અને તમે જે જાહેરાતો જુઓ છો તે પસંદ કરવા માટે તમે કઈ રીતે માહિતીને નિયંત્રિત કરી શકો છો તે વિશે વધુ જાણવા માટે અમારી જાહેરાતની પસંદગીઓ એ પેજ પર જાઓ.

તમારી પસંદગીઓ

તમારું બ્રાઉઝર તમને બ્રાઉઝરની અમુક કે બધી કૂકીઝ નકારવા માટેનો વિકલ્પ પૂરો પાડી શકે છે. તમે પોતાના બ્રાઉઝરમાંથી પણ કૂકીઝ દૂર કરી શકો છો. બ્રાઉઝરની કૂકીઝને કેવી રીતે મેનેજ કરવી તેના વિશે વધુ માહિતી માટે કૃપા કરીને તમારા બ્રાઉઝર દ્વારા પૂરી પાડવામાં આવેલી સૂચનાઓને અનુસરો.

બ્રાઉઝર કૂકીઝ

તમારું બ્રાઉઝર તમને બ્રાઉઝરની અમુક કે બધી કૂકીઝ નકારવા માટેનો વિકલ્પ પૂરો પાડી શકે છે. તમે પોતાના બ્રાઉઝરમાંથી પણ કૂકીઝ દૂર કરી શકો છો. બ્રાઉઝરની કૂકીઝને કેવી રીતે મેનેજ કરવી તેના વિશે વધુ માહિતી માટે કૃપા કરીને તમારા બ્રાઉઝર દ્વારા પૂરી પાડવામાં આવેલી સૂચનાઓને અનુસરો.

મોબાઇલ ડિવાઇસનાં ઓળખચિહ્નો

તમારી મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ તમને રસરુચિ આધારિત જાહેરાતો માટે વપરાતાં અમુક સાધનનાં ઓળખચિહ્નો રાખવામાંથી મુક્તિ અપાવી શકે છે. તમારા મોબાઇલ ડિવાઇસના ઉત્પાદક દ્વારા પૂરી પાડવામાં આવતી સૂચનાઓ તમારે જોવી જોઈએ; તમારા મોબાઇલ ડિવાઇસના "સૅટિંગ્ઝ" ફંક્શન હેઠળ આ માહિતી વિશિષ્ટ રીતે ઉપલબ્ધ હોય છે.

અને સ્વાભાવિક છે કે જો તમારું મોબાઇલ ડિવાઇસ અનઇન્સ્ટૉલ પ્રોસેસ ઑફર કરતું હોય તો તમે Snapchat ઍપ અનઇન્સ્ટૉલ કરીને અમને હંમેશાં ઍપ દ્વારા માહિતી એકત્ર કરતાં અટકાવી શકો છો.

તમારાં સૅટિંગ્ઝ બદલો

તમે અમારી સાઇટો પર તમારાં સૅટિંગ્ઝમાં ફેરફાર કરીને અમુક કૂકીઝને પણ બ્લૉક કરી શકો છો.