Snap લેન્સ+ પેઆઉટ પ્રોગ્રામની શરતો

અમલી તારીખ: 1 સપ્ટેમ્બર, 2026

પરિચય


સ્વાગત છે! અમે ઉત્સાહિત છીએ કે તમને Snapના લેન્સ+ પેઆઉટ પ્રોગ્રામ (“પ્રોગ્રામ”) માં રસ છે. પ્રોગ્રામ એવા પાત્ર વપરાશકર્તાઓને પરવાનગી આપે છે (જેમને અમે આ શરતોમાં "સેવા પ્રદાતાઓ" અથવા "સર્જકો" તરીકે ઓળખીએ છીએ) જેમણે આ શરતો સ્વીકારી છે, તેમને Lens Studio ની અંદર Snapchat પર ઉચ્ચ પ્રદર્શન કરતા લેન્સ બનાવવા અને સબમિટ કરવાની તેમની સેવાઓના સંબંધમાં Snap તરફથી નાણાંકીય પ્રોત્સાહનો પ્રાપ્ત કરવાની તક આપે છે, જેને અમે "ક્વોલિફાઇંગ પ્રવૃત્તિ" તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ અને નીચે વધુ વર્ણન કરીએ છીએ. 

અમે આ લેન્સ+ પેઆઉટ પ્રોગ્રામની શરતો (“શરતો”) તૈયાર કરી છે જેથી તમે તે નિયમો જાણી શકો જે તમારા લેન્સના પ્રસ્તુતિકરણ અને પ્રોગ્રામમાં તમારી ભાગીદારીને લાગુ પડે છે અને તેનું સંચાલન કરે છે, જો તમે આ શરતોમાં નિર્ધારિત કર્યા મુજબ પાત્ર હોવ તો. આ શરતો ક્રિએટર ચૂકવણીની શરતો ("Snap") માં વિગતવાર મુજબ તમારી (અથવા તમારી સંસ્થા) અને લાગુ Snap સંસ્થા વચ્ચે કાનૂની રીતે બંધનકર્તા કરાર બનાવે છે, તેથી કૃપા કરીને તેમને કાળજીપૂર્વક વાંચો. આ શરતોને સ્વીકારે છે અને તેનું પાલન કરે છે માત્ર તે જ વપરાશકર્તાઓ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે પાત્ર હશે.

પ્રોગ્રામ અને આ શરતોમાં વર્ણવેલ પ્રત્યેક પ્રોડક્ટ અને સેવા ને Snap સેવાની શરતોમાં "સેવાઓ" તરીકે ઉલ્લેખ કરેલ છે. આ શરતોમાં  સેવાની શરતો, કોમ્યુનિટીના નિયમો, Lens Studio શરતો, Lens Studio લાયસન્સ કરાર, જનરેટિવ લેન્સ ટૂલ્સ શરતો, Snap ક્રિએટર ચૂકવણી શરતો, Snapchat બ્રાન્ડના નિયમો, Snap કોડના ઉપયોગના નિર્દેશો, મ્યુઝીક ઓન Snapchat નિર્દશો, અને Lens Studio પ્રસ્તુતિકરણ નિર્દેશો, અને અન્ય કોઈપણ લાગુ શરતો, નિર્દેશો અને નીતિઓ (દરેક “સમાવિષ્ટ શરત”, અને સામૂહિક રીતે, “સમાવિષ્ટ શરતો”) નો સંદર્ભ દ્વારા સમાવિષ્ટ શરતોનો સમાવેશ થાય છે. કૃપા કરીને અમારી પ્રાઇવસી પોલિસીની પણ સમીક્ષા કરો, જ્યારે તમે સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે અમે માહિતીને કેવી રીતે સંભાળીએ છીએ તે જાણવા માટે.

આ શરતો કોઈપણ સંકલિત શરતો સાથે વિરોધાભાસી હોય તે હદ સુધી, પ્રોગ્રામમાં તમારી સહભાગિતાના સંદર્ભમાં આ શરતોનું વર્ચસ્વ રહેશે. આ શરતોમાં ઉપયોગમાં લેવાયેલ પરંતુ વ્યાખ્યાયિત ન કરાયેલ હોય મોટા અક્ષરોવાળા તમામ શબ્દોના અર્થ અનુસાર સમાવિષ્ટ શરતોમાં દર્શાવેલ સંબંધિત અર્થો મુજબ રહેશે.

કોઈપણ વપરાશકર્તા, ખાતું અથવા લેન્સ જે આ શરતો અથવા કોઈપણ સમાવિષ્ટ શરતોનું ઉલ્લંઘન કરે છે તે મોનિટાઈઝેશન માટે પાત્ર રહેશે નહીં. શંકાના નિવારણ માટે, તમારે તમારા લેન્સમાં કોઈપણ સંગીતનો ઉપયોગ અથવા સમાવેશ કરવો જોઈએ નહીં, સિવાય કે તમે તે સંગીતના તમામ અધિકારો ધરાવતા હો (જેમાં તે મૂળ રીતે સ્વરબદ્ધ કર્યું હોય, બનાવ્યું હોય, રજૂ કર્યું હોય તેનો સમાવેશ થાય છે, અને તમામ સંગીત અને ગીતો જાતે રેકોર્ડ કર્યા હોય) અથવા વિશ્વભરમાં તમારા લેન્સમાં આવા સંગીતનું વિતરણ કરવા, સિંક્રનાઇઝ કરવા, કૉપી કરવા, પ્રદર્શિત કરવા, સાર્વજનિક રીતે પર્ફોર્મ કરવા અને અન્યથા ઉપયોગ કરવા માટે જરૂરી તમામ અધિકારો અને  અથવા લાગુ પડતા લાઇસન્સ અલગથી મેળવ્યા હોય, જેમાં કોઈપણ લાગુ રેકોર્ડ લેબલ્સ, સંગીત પ્રકાશકો અને અન્ય અધિકારધારકો પાસેથી મેળવવાનો સમાવેશ થાય છે. પ્રોગ્રામના સંબંધમાં સંગીતનો કોઈપણ અનધિકૃત ઉપયોગ, અન્ય બાબતોની સાથે, પ્રોગ્રામમાં ભાગ લેવાની તમારી ક્ષમતાને સસ્પેન્ડ અથવા સમાપ્ત કરવામાં પરિણમી શકે છે.

જ્યાં અમે આ લેન્સ+ પેઆઉટ પ્રોગ્રામની શરતોમાં સારાંશ આપ્યા છે, અમે ફક્ત તમારી સુવિધા માટે જ તેમ કર્યું છે. તમારા કાનૂની અધિકારો અને કાનૂની ફરજોને સમજવા માટે તમારે આ લેન્સ+ પેઆઉટ પ્રોગ્રામની શરતોને સંપૂર્ણ રીતે વાંચવી જોઈએ.

જો તમે, તમે સબમિટ કરેલા લેન્સ અને તમારું ચૂકવણી ખાતું ન્યૂનતમ પાત્રતાના માપદંડને પૂર્ણ કરે તો તમને તમારી સેવાઓ માટે ચૂકવણી પ્રાપ્ત થઈ શકે છે.